Sunday, January 24, 2010

કયારેક તો નીચે આવ ઓ નભ


કયારેક તો નીચે આવ ઓ નભ,
તુજ સાથે મારે રમવું છે.

કેટલું વિશાળ છે તું,પણ છે એકલું,
આવ અમારા સંગ થોડું રમીલે.



થોભ જરા પતંગ ને ફરવા મોકલું છું તારે ઘેર,
લાલ લીલા પીળા બની ઉડે છે ઠેર ઠેર.

પાતળી દોરી નો સહારો લઈ ઊડે છે એ,
તું કહે તો તને પણ કોઈ સાથ શોધી આપું.

ના તું હસતું રમતું ઉમંગો માં ઊડતું,
અમારા પતંગો ની જેમ,


અધૂરું છે તું સુનું કંઈક વિના ખુંટતુ,
જાણે તારો કોઈએ પેચ કાપ્યો હોય.

જોવું હોય તો અમને જોયલે આજે,
કેવા હસતા રમતા તુટીને પણ જોડાતા.

જોને અમારા પતંગ ને પંખી નથી અમે,
છતા પણ પતંગો સાથે અમે મન ભરી ઉડીએ છીએ.

આવ ક્યારેક નીચે જોવું છે તને,
બાંધવું છે દોરી ને સહારે એક મીઠો સંબધ.