Friday, April 2, 2010

આજે નીકળ્યો છું મનગમતાં શહેરમાં


આજે નીકળ્યો છું મનગમતાં શહેરમાં, 
પોળે ગલીએ એક ચહેરા ની શોધમાં

 આજે છે કાઈ મોસમ નો મિજાજ જુદો ,
ચાલી રહી ઠંડી હવાઓમાં એક એહસાસ જુદો .

ત્યાં પોળના વળાંકે હતી એક પરી ઉભી,
જોઈ ને એને સ્વપ્નો સજી ગયા,એને મળવાના,
વાતો કરવાના આયોજન થયી ગયા.

પણ જે ખુશી બે પળ માટે છવાયી હતી,
એ એનો બોય ફ્રેન્ડ આવતા જતી રહી.

એ ભુલાવી હું થોડો આગળ વધ્યો.
આવી પહોંચ્યો ચોકે વડની છાયાએ થોભેલા.
વડાપાવ, પાણીપુરી અને પાવભાજી નાં સ્ટોલે.


ફરી અચાનક નજર પડી એક સુંદર ચેહરા ઉપર,
થયો હતો અનુભવ હમણાજ એટલે વિચારો ની
ગાડી ને થોભાવી દીધી.

આખો તો થોડો વાર રોકાઈ એના ઉપર,
પણ સ્વપનો ની અને આયોજનની ઝડી ને 
મેં થોભાવી દીધી.



આજે નીકળ્યો છું મનગમતા શહેરમાં, 
પોળે ગલીએ એક ચહેરા ની શોધમાં

પણ એક પળ યાદ આની સાથે યાદ આવી ગયો.
ધોધમાર વરસાદ માં જયારે આપણે મળ્યા હતા.
તું  હતી મારી છત્રી માં જેમાં આપણે બે અજાણ્યા.
હોટો ઉપર એકેય શબ્દ નહોતો,
છતાં આંખો કઈ કહેતી હતી.
એ દિવસ થી આજના દિવસ સુધી,
હું તને જ યાદ કર્યા કરું છું,
નાં જાણે ક્યાંક તું મને મળી જાય,
                            મારાં મનગમતાં શહેરમાં,