Saturday, July 23, 2011

યાદ છે તને...


યાદ છે તને...વસંત ઋતુ ની શરૂઆત માં
નવતર ખીલેલા કૂંપળ માંથી
બનેલા પુષ્પા ના બાગમાં
હું ભમરો ને તું ફુલ મળ્યા હતા


યાદ છે તને...
પહેલી મુલાકાત હતી એ દિવસે ,
ચુપચાપ દુર ઉભા હતા એકબીજાથી,
કરવી હતી ઘણી વાતો,
પણ હોઠો સીવાયેલા હતા


યાદ છે તને...
હતી તું શરમાતી જોતી નીચી નઝરો થી મુજને,
હોઠોને દાંતો વચ્ચે દબાવતી,
આંખો થી વાતો કરતી એ ક્ષણ


યાદ છે તને...
જયારે મારા હાથ તારા હાથ ને સ્પર્શી લેતા,
બધાની નજરો થી બચવા પોતાને બચાવતી,
એ પ્રેમ ભરી ઢળતી સાંજ


યાદ છે તને...