બસ! આ વનવાસ પૂરો થઈ જાય એમ ઈચ્છું છું.
તું મને પહેલા નાં મળી એનો કોઈ અફસોસ નથી,
પણ હવે તું મને ફરી મળી જાય એમ ઈચ્છું છું.
અત્યાર સુધી ખુદા પાસે કંઈ જ માંગ્યું નથી,
તારો સાથ પળ ભર માટે મળી જાય એમ ઈચ્છું છું.
પ્રેમી પંખી જોઈ હું તારા વિચારમાં તડપતો રહેતો,
હવે આ તડપ પળભર શમી જાય એમ ઈચ્છું છું.
તું જ ને મળીશ એની રાહ માં વિચારો સજાવ્યા છે.
એ વિચારો વાસ્તવિકતામાં બદલાય એમ ઈચ્છું છું.
તને મળીશ ત્યારે શું કહીશ?, શું પૂછીશ? એ સવાલો છે,
આ સવાલો નાં જવાબ મળી જાય એમ ઈચ્છું છું.
આપણે બે વચ્ચે કોઈ અંતર ના રહે એટલી તું સમીપ હોય
મિલનની તકો વધે ને તું ફરી મળી જાય એમ ઈચ્છું છું.
તું મારી બાહોમાં હશે, તારા હોઠોને સ્પર્શતા મારાં હોઠો ઉપર,
સવાર નું પહેલું ઝાકળ પડી જાય......
એમ ઈચ્છું છું.
3 comments:
Too Good man!!! I can feel your excitement to start a new journey..
Keep it up!! Hope tom hear more from you :)
-Hitesh
Too Good man!!! I can feel your excitement to start a new journey..
Keep it up!! Hope tom hear more from you :)
-Hitesh
Good ! Continue your creative journey !
Post a Comment