પ્રેમ એટલે ?
પ્રેમ એટલે અદભુત લાગણી,
કોઈ માટે જીવવાની કોઈ માટે મરવાની.
હદયથી હદયનું જોડાણ,
આંખોનું દ્રશ્ય સાથે સંગમ,
કાનનું અવાજ સાથે મિલન,
હદય સાથે જોડાયેલો ધબકાર,
પગ સાથે જોડાયેલો રણકાર,
પ્રેમ એટલે,
કઠોર થી કઠોર પણ ને કોમળ પણ,
પ્રેમ એટલે,
સવારની સુર્યની કિરણ પૃથ્વી ને પવિત્ર કરતી.
જેમ ગંગામાં સ્નાન કરતા પાપી પાપ ધોવાય.
પ્રેમ એટલે,
ચંદ્રમાનો શીતલ પ્રકાશ જે પૃથ્વી ને પ્રજ્વલ્લિત કરે.
સવારની પહેલી ઝાકળ જે ફુલો ને લીલાછમ કરી દે.
પ્રેમ એટલે,
કિનારા સાથે અથડાઈ જતી સમુદ્રની લહેર.
તરસ્યાની પ્યાસ બુઝાવતું નદી નિર્મળ નીર.
પ્રેમ એટલે,
સૂર્યના તડકામાં તપતા રહી છાયડો આપતું વૃક્ષ.
પ્રેમ એટલે,
ચિત્રકારની ચિત્રિત કલ્પના,
કવિની રચેલી રચના.
ગીતકાર નું ગાયેલું ગીત,
સંગીતકારે રચેલું સંગીત.
પ્રેમ એટલે પોતાની પ્રીત પર શ્રદ્ધા અને વિશ્વાસ.


1 comment:
Too good buddy!!
Post a Comment